Amba Abhay Pad Dayani Re

અંબા અભય પદ દાયિની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

હેમ હિંડોળે હિંચકે રે, હીંચે આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

સંખીઓ સંગાથે કરે ગોઠડી, આવે આઠમ ની રાત ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

સર્વે આરાશુર ચોક માં રે, આવો તો રમીએ રાસ ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

એવે સમે આકાશ થી રે, આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

કોણે બોલાવી મુજને રે, કોણે કર્યો મને સાદ ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

મધ દરિયો તોફાન માં, માડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

વાયુ ભયંકર ફૂંકતો રે, વેરી થયો વરસાદ ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

પાણી ભરાણા વહાણ માં રે, એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

આશા ભર્યો હું આવીયો રે, વહાલા જોતા હશે વાટ ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

હૈયું રહે નહિ હાથ માં રે, દરિયે વાળ્યો દાટ ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

મારે તમારો આશરો રે, ધાઓ ધાઓ મમ માત ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

અંબા હિંડોળે થી ઉઠયા રે, ઉઠયા આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

સખીઓ તે લાગી પુછવા રે, ક્યાં કીધા પરિયાણ ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

વાત વધુ પછી પુછજો રે, બાળ મારો ગભરાય ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

ભક્ત મારો ભીડે પડ્યો રે, હું થી એ કેમ સેહવાય ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

એમ કહી નારાયાણી રે, સિંહે થયા અસ્વાર ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

ત્રિશુલ લીધું હાથ માં રે, તાર્યું વણીકનું વહાણ ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

ધન્ય જનેતા આપને રે, ધન્ય દયાના નિધાન ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

પ્રગટ પરચો આપનો રે, દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

બધી તેની ભાંગજો રે, સમયે કરજો સહાય ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

અંબા અભય પદ દાયિની રે …

~0~

Advertisements

Share your thoughts!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.